નવી દિલ્હી: દુનિયામાં અનેક પ્રકારની અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે. તમે અનેકવાર એવા સમાચાર સાંભળ્યા હશે કે જેમાં ભૂત હોવાનો દાવો કરવામાં આવે છે. આ ખબરોને કેટલાક લોકો સાચી માની લે છે તો કેટલાક આ પુરાવાને એડિટેડ કહીને અવગણે છે. ભૂત પર વિશ્વાસ રાખતી આવી ખબરોમાં રસ તો લોકો ધરાવે છે પરંતુ મોટાભાગના લોકો તેને માત્ર કલ્પના ગણીને ફગાવી પણ દે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ સોશિયલ મીડિયામાં એક તસવીર ચર્ચાનો વિષય બની ગઈ છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા એક વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરાયેલી તસવીરમાં તેણે પોતાના મૃત દાદાજીને તસવીરમાં કેદ કર્યા હોવાનો દાવો કર્યો છે. મજેદાર વાત એ છે કે આ ભૂત રસોડામાં વાસણ ધોતું જોવા મળ્યું. 


બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું


વાસણ ધોતું ભૂત
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં રહેતા એક વ્યક્તિએ ફેસબુક પેજ પર એક તસવીર પોસ્ટ કરી,  ત્યારબાદ તે તસવીર વાયરલ થઈ ગઈ. હકીકતમાં આ વ્યક્તિએ સાઉથ એસ્ટ્રોલિયા(South Australia) માં તેમના દાદાજીના મોત બાદ ઘરની એક તસવીર પોસ્ટ કરી હતી. આ તસવીર તેમની માતાએ મોકલી હતી. તેમણે જ્યારે આ તસવીરને ધારી ધારીને જોઈ તો સ્તબ્ધ થઈ ગયા. હકીકતમાં આ  તસવીરમાં ઘરના કિચનની બારી પાસે કોઈ વાસણ ધોઈ રહ્યું હતું. ત્યારબાદ તે ડરી ગયો. જ્યારે ધારી ધારીને જોયું તો તે તેમના મૃત દાદા હતા. 


સોશિયલ મીડિયા પર વાયરલ થયો ફોટો
આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ છે. લોકો ભૂતને વાસણ ધોતા જોઈને સ્તબ્ધ છે. વ્યક્તિએ તસવીર સાથે એ પણ લખ્યું કે આ ભૂત તેના દાદાના જવાનીના દિવસનું છે. તેઓ મોત સમયે ખુબ હેલ્ધી હતા. પોતાની જવાનીમાં તેઓ બરાબર તેમના જેવા દેખાતા હતા. તસવીરમાં પડછાયો જોઈને આ વ્યક્તિના માતા પણ ચોંકી ગયા હતા. 


India-Russia ના સંબંધોમાં ઝેર ઘોળવા ચીનના ધમપછાડા, ગ્લોબલ ટાઈમ્સે કરી નાપાક હરકત


લોકોએ કરી કોમેન્ટ
તસવીર શેર થયા બાદ હવે હજારો લોકો કોમેન્ટ કરી ચૂક્યા છે. આ પોસ્ટ પર અજીબોગરીબ કોમેન્ટ આવી રહી છે. એક વ્યક્તિએ લખ્યું કે શું મોત બાદ પણ વાસણ ધોવા પડે છે? બીજી બાજુ કેટલાક લોકોએ એ વ્યક્તિને ઘરના નવા માલિક બનવા પર શુભેચ્છા પાઠવી. તેમનું કહેવું છે કે તેના દાદાજીના મોત બાદ આ ઘર ખાલી જ છે.  આ ઘરને વેચવા માટે હવે બોર્ડ લગાવવામાં આવ્યું છે. જો કે આ ઘટના બાદ ભાગ્યે જ કોઈ એવું નીકળશે જે ઘર ખરીદવા માંગશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube